મેથી – ઓષધીય ગુણોનો ભંડાર!

Posted on Posted in Holistic Health

મેથી (શાકભાજી) કે મેથી દાણા આ ભારતીય રસોડા માં જોવા મળનારું એક ખુબ જ મહત્વપૂર્ણ ખાદ્ય પદાર્થ છે પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે મેથી ઓષધીય ગુણોનો ભંડાર છે અને આપણા શારીરિક સ્વાસ્થ્ય માટે લાભદાયક પણ છે. ભલે આ મેથી ના દાણા નાના હોય પણ પ્રાકૃતિક રૂપ માં તેમાં અગણિત સ્વાસ્થ્ય લાભના ગુણ જોવા મળે છે. મેથીના દાણા ખૂબ જ સહેલાઇથી મળી રહે છે અને તેમાં જોવા મળનારા સ્વાસ્થ્ય ગુણોને કારણે ભારતીય રસોડામાં તેનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણ માં કરવામાં આવે છે. આખા વિશ્વમાં ભારતમાં મેથીનું ઉત્પાદન સૌથી વધુ કરવામાં આવે છે. મેથીની ભાજીમાંથી આપણે વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો બનાવી શકીએ છીએ.

મેથી નું વૈજ્ઞાનિક નામ trigonella foenum graecum અને એનું plant alkaloid trigonelline છે. મેથીમાંથી બનતી હોમિયોપેથીક દવાનું નામ trigonella foenum graecum છે.

મેથી ખાવા થી થતા સ્વાસ્થ્યના લાભ-
1. ડાયાબીટીશથી મુક્તિ –
ડાયાબીટીશ થી પીડિત લોકો માટે મેથી ખાવી એક સર્વશ્રેષ્ઠ પ્રાકૃતિક ઉપાય છે. મેથી ના દાણા માં એક પ્રકારના પ્રાકૃતિક galactomannan નામ નું તત્વ જોવા મળે છે. જે શરીર માં રહેલ શુગરની માત્રાને ઓછું કરવામાં ખૂબ જ લાભદાયક છે.

2. હૃદય ને રાખે સ્વસ્થ –
મેથી દાણાને નિયમિત રૂપે ખાવાથી આપણા શરીરમાં હૃદયરોગ સંબંધિત થનારી બીમારીઓની શક્યતા પણ ઓછી થવા માંડે છે. મેથી ના દાણામાં electrolyte પ્રચલન વર્ષો થી ચાલી રહ્યું છે. મેથીમાં iron, phosphorus અને calcium , પ્રોટીન, વિટામિન કે , અત્યાધિક માત્રામાં જોવા મળે છે. મેથી Cholesterol ઘટાડવામાં પણ મદદરૂપ છે.

3. ભૂખ ઘટાડે –
મેથી ચરબીનું સેવન અને ભૂખ વધારે.

4. ત્વચા નિખારવામાં મદદરૂપ –
મેથીના તાજા પાન અને હળદરના પેસ્ટ્ને ચેહરા પર લગાવવાથી ચેહરાની ત્વચા પરથી ખીલ ફોલ્લીઓ અને કાળા ધબ્બા દૂર થવામાં મદદ મળે છે. અને ત્વચા સાફસુથરી થવા માંડે છે.

5. પાચન ક્રિયા ઠીક રહે છે –
મેથીના દાણાને ખાવાથી પેટ સંબંધિત બધી સમસ્યાઓ દૂર થવા માંડે છે. મેથી ખાવાથે શારીરિક પાચનશક્તિને પ્રોત્સાહન મળે છે અને અપચન, કબજિયાત વગેરે જેવી શારીરિક તકલીફો દૂર થાય છે. મેથીના દાણા ખાવાથી આપણા શરીરમાં જોવા મળનારા વિવિધ પ્રકારના ઝેરીલા હાનિકારક રાસાયણિક પદાર્થોને બહાર નીકળવામાં ખૂબ મદદ મળે છે અને આપણી પાચનશક્તિનો યોગ્ય રૂપે વિકાસ થાય છે.

6. શરીરની નબળાઈ દૂર કરે –
મેથીના પાનમાં Iron પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે. મેથીના પાનને નિયમિત રૂપે ખાવાથી શરીરને શક્તિ પ્રાપ્ત થાય છે અને શારીરિક નબળાઈને દૂર થવામાં ખૂબ મદદ મળે છે.

7. શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારે છે –
જો મેથી દાણાને 1 ચમચી મધ અને લીંબૂના રસ સાથે લેવામાં આવે તો આપણને તાવ, શરદી ખાંસી અને ગળાની ખારાશ જેવી સમસ્યાઓથી રાહત મળે છે.

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલી વિડિઓ link પર click કરો.

વધુ માહિતી માટે સંપર્ક કરો – ૮૮૬૬૮૭૭૦૭૦
Dr. Mansi Joshi
Asst. Physician – Tathya Homeopathic Clinic