કેન્સર સામે રોગ પ્રતિકારક શક્તિ વધારતા સુપર ફૂડ !

Posted on Posted in Holistic Health

કેન્સર ના લગભગ ૧૮ ટકા કિસ્સામાં ખરાબ પોષણ, સ્થૂળતા, શારીરિક નિષ્ક્રિયતા અને દારૂનું સેવન જવાબદાર છે. સારો આહાર એ તમામ પરિસ્થિતિમાં કામ કરી શકે છે, જેનાથી કેન્સર થવાનું જોખમ ઘટે છે. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટે ફોર કૅન્સર રિસર્ચના અનુસાર દરરોજ થાળી માં જો બે તૃતીયાંશ ભાગ છોડ આધારિત ભોજનનો રાખવામાં આવે અને પ્રાણીજ પ્રોટીન એક તૃતીયાંશ ઓછું હોય તો કેન્સર ના જોખમ ને ૭૦ ટકા સુધી ઘટાડી શકાય છે. જોકે તેની સાથે શારીરિક સક્રિયતા અને સારી દિનચર્યા પણ જરૂરી છે. છોડ આધારિત ભોજનમાં શક્તિશાળી સૂક્ષ્મ પોષકતત્વો જેમ કે ફ્લેવેનોઇડ્સ અને કેરોટેનોઈડ્સ જોવા મળે છે. આ એક પ્રકારના એન્ટી-ઓક્સિડન્ટ છે, જે ઓક્સિડેશનનું કામ કે છે. ઓક્સિડેશન કોશિકાઓને નુકસાન પહોંચાડે છે. જે કૅન્સર નું કારણ બને છે.

તો ચાલો જાણીએ કયા કયા ફૂડ કેન્સર ના જોખમ ને અટકાવી શકે છે?

૧) બ્રોકલી અને કોબીજ – બ્રેસ્ટ કેન્સર ની કોશિકાઓ ને ઘટાડે છે.
તેમાં સલ્ફોરાફેન નામ નું સંયોજન જોવા મળે છે, જે બ્રેસ્ટ કૅન્સર ફેલાવતી કોશિકાઓ ને ૭૦ ટકા સુધી ઘટાડી શકે છે. ઉંદરો પર કરાયેલી રિસર્ચમાં જોવા મળ્યું કે, સલ્ફોરાફેન પ્રોસ્ટેટ કેન્સર ફેલાવતી કોશિકાઓને નાશ કરે છે. ટ્યુમરની સાઈઝ પણ ૫૦ ટકા સુધી ઘટાડી શકે છે.

૨) ગાજર – પ્રોસ્ટેટ અને પેટ ના કેન્સરના જોખમ ને ઘટાડે છે.
ગાજર માં ફાઈટો કેમિકલ કેરોટેનોઈડ્સ જોવા મળે છે, જે કેન્સરના જોખમને ઘટાડે છે. ૫ અભ્યાસ ના વિશ્લેષણ માં જોવા મળ્યું કે, ગાજર પેટ સાથે સંબંધિત કેન્સર ના જોખમ ને ૨૬ ટકા સુધી અને પ્રોસ્ટેટ કેન્સરના જોખમને ૧૮ ટકા સુધી ઘટાડે છે.

૩) તજ- કેન્સર કોશિકાઓને ફેલાતી અટકાવે છે.
અમેરિકન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના અનુસાર તજનો રસ કેન્સર કોશિકાઓને ફેલાતી અટકાવવામાં સક્ષમ છે. એક ટેસ્ટ ટ્યૂબના અભ્યાસમાં તેણે માથામાં અને ડોકના કેન્સરની કોશિકાઓ ઘટાડી હતી. ટ્યુમરના આકારને પણ ઘટાડ્યો હતો.

૪) નટ્સ- કેન્સરના ફેલાવાને ઘટાડે છે.
અખરોટ જેવા નટ્સમાં ફેટી એસિડ, ટોકોફેરોલ, બીટા-સિટોસ્ટેરોલ અને પેડુનકુલગીન જેવા તત્વ જોવા મળે છે, જે કેન્સરના બચાવમાં અત્યંત અસરકારક છે.

૫) હળદર – કેન્સર વધારતા એન્ઝાઇમને ઘટાડે છે.
હળદરમાં કરક્યુમીન નામ નો સક્રિય ઘટક જોવા મળે છે. જે કેન્સર સાથે સંબંધીત વિશેષ પ્રકારના એન્ઝાઇમને ટાર્ગેટ કરીને તેનો નાશ કરે છે.

૬) લસણ – કેન્સર કોશિકાઓને ફેલાતી અટકાવે છે.
લસણમાં એલીસીલીન નામ નું સંયોજન હોય છે. અમેરિકન નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશનના રિસર્ચમાં જાણવા મળ્યું કે, લસણ કેન્સર ફેલાવતી કોશિકાઓને મારે છે જેનાથી કૅન્સર થવાનું જોખમ ઘટે છે.

૭) ખાટા ફળ – પાચન અને શ્વસનતંત્ર વાળા કૅન્સરનું જોખમ ઘટાડે છે.
ખાટા ફળ માં ફાઈટો નુટ્રીએંટ્સ – જેમ કે કુમારીન, પોલીફેનોલ અને લિમોનોઇડ હોય છે. જે ઇમ્યુન સિસ્ટમને સુધારે છે. કેન્સર ને વધતું અટકાવે છે. સીએસઆઈઆરઓના એક અભ્યાસમાં જોવા મળ્યું કે, ખાટા ફળના સેવનથી મોઢા અને પેટના કેન્સરનું જોખમ ૫૦ ટકા સુધી ઘટી જાય છે.

૮) ગ્રીન ટી – ટ્યુમર અને તેની કોશિકાઓને ઘટાડે છે.
ગ્રીન ટી કેટેચીન નામ નો એન્ટી-ઓક્સીડન્ટ હોય છે. જે નુકસાન પામેલી કોશિકાઓને ફ્રી રેડિકલ્સ થી દૂર રાખે છે. કેટેચીનન માત્ર ટ્યુમર ને ઘટાડવામાં જ મદદ કરતુ નથી, પરંતુ ટ્યુમર સાથે સંબંધિત કોશિકાઓ નો વિકાસ પણ ઘટાડે છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો – ૮૮૬૬૮૭૭૦૭૦
Dr. Mansi Joshi
Asst. Physician – Tathya Homeopathic Clinic